<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની સત્તાવાર ગાડીને પાવીજેતપુર અને દિવાલીયા ગામ વચ્ચે ગંભીર અકસ્માત નડ્યો

કલેકટરની ઇનોવા કાર અને એક બોલેરો કાર વચ્ચે ભયંકર અકસ્માત:કલેકટર ગાર્ગી જૈન અને તેમની સિક્યુરિટીનો આબાદ બચાવ

 છોટાઉદેપુર જિલ્લા કલેકટર ગાર્ગી જૈનની સત્તાવાર ગાડીને પાવીજેતપુર અને દિવાલીયા ગામ વચ્ચે ગંભીર અકસ્માત નડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. કલેકટરની ઇનોવા કાર અને એક બોલેરો કાર વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં સદનસીબે કલેકટર ગાર્ગી જૈન અને તેમની સિક્યુરિટીનો આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુરથી બોડેલી તરફ જતી વખતે પાવીજેતપુર અને દિવાલીયાની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. કલેકટરની ઇનોવા કાર પૂરઝડપે આવી રહેલી બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

 

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને તંત્રનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

આ અકસ્માતમાં જિલ્લા કલેકટરની ગાડીના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચાલકને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

 

બીજી તરફ, અકસ્માત સર્જનારા બોલેરો કારના ચાલકને પોલીસે ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ માביતે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. કલેકટર અને તેમની સાથે રહેલી સુરક્ષા ટીમ સુરક્ષિત હોવાના સમાચાર મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

(1:21 PM IST)