News of Saturday, 8th August 2026
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગર, વડોદરા, જૂનાગઢ અને દીવમાં નદી-સમુદ્રમાં ડૂબવા અને રોડ અકસ્માતની ઘટના. તંત્ર દ્વારા બચાવ અને તપાસની કામગીરી હાથ ધરાઈ

અમદાવાદ, તા. 08 : ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં છેલ્લા 24 કલાકમાં બનેલી 4 અલગ-અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાઓમાં નદી અને સમુદ્રમાં ડૂબી જવાની સાથે રોડ અકસ્માતનો પણ સમાવેશ થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે ઉમઈ નદીમાં ન્હાવા પડેલા રાજસ્થાનના 4 યુવકો ડૂબી જતા તેમના મોત થયા. તમામ યુવકો સોલાર પ્લાન્ટમાં કામ કરવા આવ્યા હતા.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ન્હાવા ગયેલા 2 સગીર બાળકો પાણીના વહેણમાં તણાઈ જતા ડૂબી ગયા. સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમે મૃતદેહોને બહાર કાઢ્યા.
જૂનાગઢ જિલ્લાના દરિયા કિનારે પિકનિક મનાવવા ગયેલા 2 યુવાનો ઊંચા મોજામાં ફસાઈ જતા ડૂબી ગયા.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં થયેલા એક ગંભીર રોડ અકસ્માતમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
તમામ ઘટનાઓની જાણ થતા જ સ્થાનિક પોલીસ, ફાયર અને તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વરસાદની સીઝનમાં નદી અને દરિયામાં ન જવા તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
