તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ બાદ કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે રજૂ કરાઈ
સોશિયલ મીડિયા પર એક યુવક વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા અને ધમકી આપવાના મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદને આધારે આ ધરપકડ કરાઈ હતી

સુરત :વિવાદિત વીડિયો અને સોશિયલ મીડિયા પરના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને વિવાદિત ચહેરો કીર્તિ પટેલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તેને સુરતની કોર્ટમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, સોશિયલ મીડિયા પર એક યુવક વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા અને ધમકી આપવાના મામલે નોંધાયેલી પોલીસ ફરિયાદને આધારે આ ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને, જ્યારે પોલીસ તેને બંદોબસ્ત સાથે કોર્ટ પરિસરમાં લઈને પહોંચી ત્યારે પણ કીર્તિ પટેલનો અનોખો અને બેફામ રોફ જોવા મળ્યો હતો. કોર્ટ પરિસરમાં ઉપસ્થિત લોકોની વચ્ચે પણ કીર્તિ પટેલના ચહેરા પર પોલીસ કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર કે અસંકોચ જોવા ન મળ્યો હોવાની ચર્ચાઓ વહીવટી અને ન્યાયિક વર્તુળોમાં જોરશોરથી થઈ રહી છે.
પુના વિસ્તારમાં કીર્તિ પટેલ જે મકાનમાં રહેતી હતી તે મકાનને લઈને વિવાદ ઉભો થયો હતો. મકાન માલિકે આરોપ મૂક્યો હતો કે કીર્તિ પટેલે તેમના મકાન પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો અને મકાન ખાલી કરવાનું ટાળતી હતી. આ મુદ્દે મકાન માલિકે પુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે કીર્તિ પટેલ સામે લેન્ડગ્રેબિંગ સંબંધિત ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
(8:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
