<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

ઇડરમાં મનરેગા વિભાગનો મસ્ટર કારકુન 15.000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

મકાન સહાયના પ્રથમ હપ્તારૂપે 30.000ના બેન્ક ખાતામાં જમા થતા એ રકમના રૂ. ૧૫૦૦૦/- લાંચ પેટે માંગણી કરેલ.

સાબરકાંઠા જિલ્લાની ઈડર તાલુકા પંચાયતમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ટ્રેપ ગોઠવીને કારકુન રમેશચંદ્ર મણિલાલ પંડ્યા (મસ્ટર કારકુન/મેટ, મનરેગા વિભાગ, ઈડર તાલુકા પંચાયત). ને ₹15,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે 

  • દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ અરજદારની પત્નીને આવાસ સહાય મંજૂર થઈ હતી.
  •  આ યોજનાનો પ્રથમ હપ્તો ₹30,000 અરજદારની પત્નીના બેંક ખાતામાં જમા થયો હતો. આ હપ્તો જમા થતાં અને મનરેગા યોજના હેઠળ કેટલીક છૂટછાટો આપવાના બદલામાં આરોપીએ ₹15,000ની લાંચ માંગી હતી
  • ફરીયાદીને ફોન કરી,મકાન સહાયના પ્રથમ હપ્તારૂપે જમા થયેલ રકમના રૂ. ૧૫૦૦૦/- લાંચ પેટે માંગણી કરેલ. તેમજ મનરેગા યોજનામાં કંઇક ઓછુ કરી આપવાની વાતચીત કરેલ. જે  લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે આજ રોજ તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ લાંચના  છટકાનુ આયોજન કરતા છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે લાંચની માંગણી કરી હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણા રૂ.૧૫,૦૦૦/- સ્વીકારી, પકડાઇ જઈ, ગુનાહીત ગેરવર્તણુંક આચરી ગુનો કર્યા હતો 
  • ટ્રેપીંગ અધિકારી તરીકે એ.ડી.સુથાર પોલીસ ઈન્સ્પેકટર સાબરકાંઠા એ.સી.બી.પો.સ્ટે. જયારે સુપરવિઝન અધિકારી તરીકે એ.કે.પરમાર,મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી. એકમ જયારે ઇન્ચાર્જ અધિકારી તરીકે હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ રહ્યા હતા 

(7:04 PM IST)