<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પાડવાની આગાહી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવા છતા વરસાદ ખાબકશે.

અમદાવાદ : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવા છતા વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે હવામાનમાં પલટો આવશે. 8 થી 11 ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાનુ અનુમાન છે. 17 થી 18 ઓગસ્ટે મઘા નક્ષત્રનો વરસાદ ખેડૂતોને લીલા લ્હેર કરાવશે. આ નક્ષત્રનો વરસાદ ખેડૂત માટે ફળદાયી રહેશે. મઘા નક્ષત્રમાં પડતા વરસાદથી ઉભા પાકને ફાયદો થવાની શક્યતા છે. ખેડૂતોને અશ્લેષા નક્ષત્રમાં પાણીનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ છે.

(6:15 PM IST)