<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

હીરામણિ પ્રાથમિક શાળામાં છત્રી સુશોભન સ્‍પર્ધા

રાજકોટઃ અમદાવાદની હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી)ના વિદ્યાર્થીઓમાં સર્જનાત્‍મકતા, કલ્‍પનાશકિત અને કલાપ્રેમનો વિકાસ થાય તે હેતુથી શાળામાં ‘વરસાદની મોજ' થીમ આધારિત છત્રી સુશોભન સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સ્‍પર્ધામાં વિદ્યાર્થીઓએ છત્રીઓને વરસાદી ઋતુના મનોહર દ્રશ્‍યો, મેઘધનુષ્‍ય, વરસાદના ટીપાં, હરિયાળી, કુદરતી સૌદર્ય તેમજ વરસાદની આનંદમય પળોને આકર્ષક રીતે રજૂ કરી પોતાની સર્જનાત્‍મક પ્રતિભાનો પરિચય કરાવ્‍યો. સંસ્‍થાના વડા શ્રી નરહરિ અમીને સ્‍પર્ધકોને અભિનંદન આપેલ તેમ ભગવત અમીન સી.ઇ.ઓ જણાવે છે.

(2:43 PM IST)