તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
સુરતના કામરેજને ગામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવવા માંગ ઉઠી :સ્થાનિકોની મહત્વની બેઠક
કામરેજ ગામ પંચાયતને નગરપાલિકામાં ફેરવવા માટે યોગ્ય સ્થાને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો

સુરતના કામરેજમાં સ્થાનિકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, કામરેજ ગામ પંચાયતને નગરપાલિકામાં ફેરવવા માટે યોગ્ય સ્થાને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બને તે માટે યોજાયેલી મિટિંગમાં બહોળી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતને નગર પાલિકાનો દરજ્જો મળે તો કેટલા ફાયદાઓ થાય તેના ચર્ચાઓ થઈ હતી. કામરેજ ગ્રામ પંચાયત રાજ્યની સૌથી મોટી ગ્રામ પંચાયત છે. અંદાજિત 1 લાખથી વધુની વસ્તી છે. ગ્રામ્યજનોને પ્રાથમિક સગવડ આપવામાં ગ્રામ પંચાયતના હાથ ટૂંકા પડે છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
