તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 6th August 2026
રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે ગેઝેટ બહાર પાડ્યું :હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ક્લાઉડ કિચનમાં ઉપયોગ પર પણ પ્રતિબંધ
પ્રતિબંધ એક વર્ષ અથવા FSSAI નવા ધોરણ જાહેર કરે ત્યાં સુધી અમલમાં રહેશે. ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ મુકાયો

અમદાવાદ : રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મુદ્દે ગેઝેટ બહાર પાડ્યું છે. પ્રતિબંધ એક વર્ષ અથવા FSSAI નવા ધોરણ જાહેર કરે ત્યાં સુધી અમલમાં રહેશે. ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર પ્રતિબંધ મુકાયો છે. હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ક્લાઉડ કિચનમાં ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા લેબલિંગ અને પેકેજિંગ પર પણ રોક લગાવાઈ છે. નિયમ ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. દંડ અને ગુનાની ગંભીરતા મુજબ કાયદેસરની સજા થઈ શકે
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
