તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
પ્રકૃતિના ગોદમાં વસેલા ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ-2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકાનાર આ મહોત્સવને લઈને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાઓના તમામ વ્યાપક ઇંતેજામ પૂર્ણ કરી દેવાયા

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે ચોમાસાની ઋતુમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આગામી 8 ઓગસ્ટથી 'મેઘ મલ્હાર પર્વ-2026'નો રંગારંગ અને ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રકૃતિના અદભુત સૌંદર્ય વચ્ચે યોજાનારા આ લોકપ્રિય મહોત્સવનું સત્તાવાર ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે.
ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવની તમામ તૈયારીઓ આખરી ઓપ આપીને પૂર્ણ કરી દેવામાં આવી છે. ચોમાસા દરમિયાન સાપુતારાની મુલાકાતે આવતા હજારો પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. હેલીપેડથી લઈને મુખ્ય સ્ટેજ સુધીની સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ તેમજ આરોગ્ય સેવાઓ માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ મુલાકાતીને અસુવિધા ન પડે.
વરસાદી વાતાવરણમાં કુદરતી સૌંદર્યના સોળે કળા ખીલી ઉઠતું સાપુતારા હાલ મોન્સૂન ટૂરિઝમનું રાજ્યભરમાં સૌથી મોટું આકર્ષણ બની ગયું છે. પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, સાહસિક પ્રવૃત્તિઓ અને ખાણી-પીણીના સ્ટોલ્સ સહિતના વિશેષ આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પર્વને યાદગાર બનાવવા માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે, જે ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન સાબિત થશે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
