<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

અમદાવાદના બહેરામપુરામાં નામાંકિત બ્રાન્ડના નામે નકલી સાબુ અને ફેસવોશ બનાવતા કારખાનાનો પર્દાફાશ: રૂ.11.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

પોલીસે દાણીલીમડાના રહેવાસી મોહમ્મદ જુનેદ પટેલની ધરપકડ કરી : દરોડા દરમિયાન ગોડાઉનમાંથી 3,894 નંગ નકલી સાબુ અને 6,490 નંગ નકલી ફેસવોશ મળ્યા

અમદાવાદના બહેરામપુરામાં નામાંકિત કોસ્મેટિક કંપનીના નામ અને ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરીને નકલી સાબુ અને ફેસવોશ બનાવવાનું કૌભાંડ પોલીસના દરોડામાં ઝડપાયું છે. કંપનીના અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી રૂ. 11.68 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

  પોલીસે દાણીલીમડાના રહેવાસી મોહમ્મદ જુનેદ પટેલની ધરપકડ કરી છે. દરોડા દરમિયાન ગોડાઉનમાંથી 3,894 નંગ નકલી સાબુ અને 6,490 નંગ નકલી ફેસવોશ મળી આવ્યા હતા. પોલીસે તમામ માલસામાન કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

  તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાણીતી કંપનીના લોગો અને ટ્રેડમાર્કની નકલ કરીને પોતાની ‘KISRA’ બ્રાન્ડના સ્ટીકર હેઠળ ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ બજારમાં વેચતો હતો. પ્રોડક્ટ્સને અસલી તરીકે રજૂ કરીને ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.

ન્યુ રાણીપના રહેવાસી અને પુણે સ્થિત ‘યામી ઘર શોપ પ્રા. લી.’ કંપનીમાં ટ્રેડમાર્ક અને કોપીરાઇટ પ્રોટેક્શન સંભાળતા અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કંપનીના બ્રાન્ડ અને લોગોની નકલ કરીને બજારમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ્સ વેચાતી હોવાની માહિતી આપવામાં આવી હતી.

(10:29 PM IST)