તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો: પૂરપાટ ઝડપે દોડતી કાર રેલિંગ સાથે ટકરાઈને પલટી મારી ગઈ
ખૌફનાક અકસ્માતના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ : પૂરપાટ આવી રહેલી કાર રેલિંગ સાથે ટકરાઈ અને પછી જ ફેરફૂદડી ફરી ગઈ

ગાંધીનગરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રોડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી મારીને રોડ પર ઊંધી થઈ ગઈ હતી.
આ ખૌફનાક અકસ્માતના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં જોઈ શકાય છે પૂરપાટ આવી રહેલી કાર રેલિંગ સાથે ટકરાઈ હતી અને પછી જ ફેરફૂદડી ફરી ગઈ હતી.
અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને તાત્કાલિક પોલીસ તથા બચાવ ટીમને જાણ કરવામાં આવી હતી. કારમાં સવાર લોકોને ઇજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જ્યારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
(8:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
