<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સુરતના કડોદરા નજીક ચલથાણ કટ પાસે પાઈપ ભરેલો ટ્રક ધડાકાભેર હાઈટેન્શન વીજ પિલર સાથે અથડાયો

અકસ્માતમાં હાઈટેન્શન પિલરને ભારે નુકસાન પહોંચ્યું: ડિંડોલી-કડોદરા રોડ પર ભારે ટ્રાફિક જામના દશ્યો સર્જાયા

સુરત જિલ્લાના કડોદરા નજીક ચલથાણ કટ પાસે એક પૂરપાટ ઝડપે જતો પાઈપ ભરેલો ટ્રક ધડાકાભેર હાઈટેન્શન વીજ પિલર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં હાઈટેન્શન પિલરને ભારે નુકસાન પહોંચ્યું છે અને ડિંડોલી-કડોદરા રોડ પર ભારે ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા. અકસ્માતને કારણે રોડની બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જ જાનહાનિ થઈ નથી.

(7:32 PM IST)