News of Thursday, 6th August 2026
પ્રતિબંધ બાદ સુરતના પોશ ગણાતા ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ચીઝ અને પનીરના ગોડાઉન પર અચાનક દરોડા
સ્થળ પરથી વેચાણ અર્થે રાખવામાં આવેલો પ્રતિબંધિત એનાલોગ ચીઝનો મોટો જથ્થો જપ્ત કરીને સીઝ કરાયો

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે. પાલિકાની ફૂડ વિભાગની ટીમે સુરતના પોશ ગણાતા ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ચીઝ અને પનીરના ગોડાઉન પર અચાનક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન સ્થળ પરથી વેચાણ અર્થે રાખવામાં આવેલો પ્રતિબંધિત એનાલોગ ચીઝનો મોટો જથ્થો જપ્ત કરીને સીઝ કરવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્ય સહિત સુરતમાં હવે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર સજ્જડ રોક લગાવી દેવામાં આવી હોવાથી આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ કરાતાં ડેરી ઉત્પાદનોના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
