<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો દુષ્કર્મના કેસનો આરોપી ફરાર

હિતેન્દ્રસિંહ નામના કોન્સ્ટેબલને ધક્કો મારી SSG હોસ્પિટલની નવી બની રહેલી ઇમારતમાં ઘૂસી આરોપી ફરાર થયો

વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો દુષ્કર્મના કેસનો આરોપી ફરાર થઈ ગયો હતો  કાચા કામનો 18 વર્ષીય આરોપી રમેશે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો  સ્કિન ડૉક્ટર પાસે સારવાર માટે આરોપીને લાવવામાં આવ્યો હતો આ દરમિયાન હિતેન્દ્રસિંહ નામના કોન્સ્ટેબલને ધક્કો મારી આરોપી ફરાર થયો હતો  SSG હોસ્પિટલની નવી બની રહેલી ઇમારતમાં ઘૂસી આરોપી ફરાર થયો હતો આ  ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો SSG હોસ્પિટલ પહોંચ્યો હતો આરોપીની શોધખોળ માટે પોલીસ ડ્રોન ઉડાવી કરી રહી છે આરોપીની શોધખોળ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે  પોલીસે આરોપીને શોધવા 6 ટીમો બનાવી છે 

(6:27 PM IST)