તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
સુરતના કામરેજમાં સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીઝની લિફ્ટ તૂટતા એક કામદારનું મોત
એક 32 વર્ષીય કામદાર લિફ્ટમાં બેસી ઉપરના માળે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી નીચે પડી

સુરત જિલ્લામાં કામરેજમાં લિફ્ટ તૂટતા એકનું મોત થયું છે ખોલવડ ગામે સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલમાં આ દુર્ઘટના બની હતી .એક 32 વર્ષીય કામદાર લિફ્ટમાં બેસી ઉપરના માળે જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી નીચે પડી હતી કામદારને ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યુ હતું સુરત શહેરની ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી ભારે જહેમત ઉઠાવી કામદારનો મૃતદેહ બહાર કાઢ્યો હતો સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
