<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

પૂર પીડીતોની માટે હજારો કીટ સાથે પોલિસ મદદે પહોંચીઃ આ છે પોલિસનું બીજુ સ્‍વરૂપ...

કીમ નદીમાં આવેલ વિનાશક પૂરના પગલે પગલે રેન્‍જ વડા પ્રેમવીર સિંઘ, સુરત ગ્રામ્‍ય વડા રાજેશ ગઢીયાના સહયોગથી વધુ એક માનવિય કાર્ય... માનવીય અભિગમ ધરાવતા dysp આર. આર. સરવૈયા, બી. કે. વનારના માર્ગદર્શનમા પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર ચેતન જાદવ સહીતની ટિમોના સદકાર્યમાં ધારાસભ્‍ય મુકેશભાઇ પટેલ પણ સામેલ

રાજકોટ તા. સુરત જિલ્લાના કીમ નદીમાં આવેલા વિનાશક પૂર બાદ અસરગ્રસ્‍ત પરિવારોની વહારે સુરત ગ્રામ્‍ય પોલીસ દોડી આવી હતી. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સુરત ગ્રામ્‍ય પોલીસ, ઓલપાડ અને કીમ પોલીસે સંયુક્‍ત રીતે ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં પૂરપીડિતોને રાહત પહોંચાડી હતી.

રાહત કામગીરી દરમિયાન સુરત રેન્‍જ વડા પ્રેમવીરસિંઘ અને સુરત ગ્રામ્‍ય એસપી રાજેશ ગઢીયાના સહયોગથી DySP આર.આર. સરવૈયા અને DySP બી.કે. વનારના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમોએ સાયણ, બોલાવ, અંજિતા, વડોલી, ઉમરાઠી અને કદરામાં સહિતના ગામોમાં પહોંચીને જરૂરિયાતમંદ પરિવારોને હજારો રાહત કીટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ઓલપાડના ધારાસભ્‍ય મુકેશભાઈ પટેલ પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે અસરગ્રસ્‍ત પરિવારોને રાહત કીટનું વિતરણ કરી તેમને હિંમત અને આશ્વાસન આપ્‍યું હતું. રાહત વિતરણ કાર્યક્રમમાં ઓલપાડ PI સી.આર. જાદવ, PSI ડી.બી. દેસાઈ, એસ.જે. ચૌધરી સહિત ઓલપાડ, સાયણ અને કીમ પોલીસ સ્‍ટેશનના પોલીસ જવાનો, હોમગાર્ડ તેમજ જીઆરડીના જવાનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા અને મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું હતું.

(3:48 PM IST)