તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
આણંદમાં ચેઇન સ્નેચરને ખાડાએ પકડાવ્યો :મહીલાનો સોનાનો ચેન ખેંચી ભાગેલા શખ્શનું બાઈક ખાડામાં પટકાયું :લોકોએ ઝડપી લીધો
ખાડાના કારણે આરોપી પકડાઈ જતાં અને પોતાની સોનાની ચેઈન હેમખેમ પરત મળી જતાં મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું

આણંદના ટાઉનહોલ નજીક એક મહિલાની સોનાની ચેઈન ઝૂંટવીને ભાગી રહેલા ચેઈન સ્નેચરને રસ્તા પરના ખાડાએ જ પકડાવી દીધો હતો. ઘટનાની વિગતો મુજબ, મહિલાની ચેઈન આંચકીને ઝડપથી બાઈક પર ભાગવાનો પ્રયાસ કરી રહેલા શખ્સનું બાઈક અચાનક રસ્તા પરના ખાડામાં પટકાયું હતું.
બાઈક સ્લિપ થઈને નીચે પડતાં જ આસપાસના સ્થાનિક લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્નેચરને પકડીને બરાબરનો મેથીપાક ચાખડાવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ખાડાના કારણે આરોપી પકડાઈ જતાં અને પોતાની સોનાની ચેઈન હેમખેમ પરત મળી જતાં મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
