તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 6th August 2026
દક્ષિણ ગુજરાત પોલીસની ઐતિહાસિક કાર્યવાહી : રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢીયાના માર્ગદર્શનમાં સુરત એલસીબીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ટ્રકમાંથી ૨૫૦૦થી વધુ અફીણના પોષ ડોડા ઝડપ્યા
પલસાણા નજીકથી સાડા ત્રણથી ચાર કરોડની આંતરરાષ્ટ્રીય કિંમતનો વિપુલ જથ્થો જપ્ત : એલસીબી પીઆઈ પાંચાણી અને ટીમની મોટી સફળતા : પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ: દક્ષિણ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક અત્યંત મોટું અને ઐતિહાસિક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. પલસાણા નજીકથી એક ટ્રકમાંથી અંદાજે સાડા ત્રણથી ચાર કરોડ રૂપિયાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ધરાવતો ૨૫૦૦ થી વધુ અફીણના પોષ ડોડાનો વિપુલ જથ્થો ઝડપી પાડીને પોલીસે મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ દરોડાની કાર્યવાહી સમગ્ર દક્ષિણ ગુજરાત પોલીસ તંત્ર માટે અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઈવે-૪૮ તેમજ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે દક્ષિણ ગુજરાત રેન્જના આઈજી પ્રેમવીરસિંહે પાંચેય જિલ્લાના પોલીસ અધિક્ષકોને કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાના સીધા માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા એલસીબીના પીઆઈ પાંચાણી તથા તેમની ટીમ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી રહી હતી. નોંધનીય છે કે, આ જ ટીમ દ્વારા અગાઉ પણ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ ગાંજા સહિતના કેફી પદાર્થોના અનેક મોટા જથ્થા ઝડપી પાડવામાં આવ્યા છે.
દરોડાની વિગતો મુજબ, મોડી રાત્રે એલસીબી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી એક ટ્રકમાં કેફી પદાર્થનો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પલસાણા નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતાં તેમાંથી ૨૫૦૦ થી વધુ અફીણના પોષ ડોડાના કોથળા મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અંદાજિત કિંમત રૂ. ૩.૫ થી ૪ કરોડ ગણાવવામાં આવી રહી છે. પોલીસે આ તમામ જથ્થો તથા ટ્રક કબ્જે કરીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
આ ઐતિહાસિક દરોડા બાદ હાલ સુરત જિલ્લા એલસીબી દ્વારા આ બિનવારસી કે માલવાહક જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો, તેનું આખરી ડિલિવરી સ્થળ ક્યાં હતું, તેમજ કુલ કેટલા કિલોગ્રામ અફીણના પોષ ડોડા છે તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણ અને આંતરરાજ્ય નેટવર્ક અંગે સુરત જિલ્લા પોલીસ દ્વારા સત્તાવાર પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
