<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકશે :વિદ્યાર્થીઓને અભ્યાસને નુકસાન ન પહોંચે તે માટે વિશેષ છૂટછાટ

અમદાવાદ શહેરમાં અતિશય વરસાદના કારણે શૈક્ષણિક કાર્યમાં પડેલી અડચણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ :શહેરમાં પડેલા ભારે વરસાદના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજાઓ જાહેર કરવામાં આવી હતી. જોકે, આ રજાઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મોટો વિક્ષેપ સર્જાયો હતો, જેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ભારે વરસાદને કારણે પડેલી રજાઓની ભરપાઈ કરવા માટે શૈક્ષણિક તંત્ર દ્વારા વિશેષ છૂટછાટ આપવામાં આવી છે. આ પરિપત્ર અનુસાર, શાળાઓ આગામી ઓગસ્ટ મહિનામાં રવિવારે પણ સ્વૈચ્છિક રીતે શાળાઓ ચાલુ રાખી શકશે જે શાળાઓ અભ્યાસક્રમ પાછળ રહી ગયો છે તેની પૂર્તિ કરવા માંગતી હોય તેઓ રવિવારે પણ શાળાઓમાં વર્ગો ચલાવીને વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ કરાવી શકશે.

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના અભ્યાસમાં થયેલા વિક્ષેપની ભરપાઈ કરવાનો છે, જેથી બોર્ડની કે અન્ય પરીક્ષાઓ વખતે બાળકો પર માનસિક દબાણ ન આવે. જોકે, આ વ્યવસ્થા સંપૂર્ણપણે સ્વૈચ્છિક રાખવામાં આવી છે જેથી શાળાઓ પોતાની અનુકૂળતા મુજબ નિર્ણય લઈ શકે. જિલ્લા શિક્ષણ અધિકારીના આ પરિપત્રથી શાળાઓને અભ્યાસક્રમ સમયસર પૂરો કરવામાં મોટી રાહત મળશે. વાલીઓ અને સંચાલકો દ્વારા આ પગલાંને આવકારવામાં આવી રહ્યું છે, કારણ કે તેનાથી બાળકોનું ભણતર બગડતું અટકશે.

(8:19 PM IST)