તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
છેલ્લા 24 કલાકમા 19 ‰જિલ્લાના 62 તાલુકામાં વરસાદ : સૌથી વધુ કપરાડામાં દોઢ ઇંચ : રાજ્યમાં સરેરાશ 69.92 ટકા વરસાદ : કુલ ૨૦૬ જળાશયોમા 353293 mcft એટલે કે 63.33 % જળ સંગ્રહ : જુઓ સંપૂર્ણ માહિતી
રાજ્યના ત્રણ તાલુકામાં બે ઇંચથી ઓછો,સાત તાલુકામાં 5 ઇંચથી ઓછો અને 26 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ :117 તાલુકામાં 10થી 20 ઇંચ .80 તાલુકામાં 20થી 40 ઇંચ અને 35 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો : રાજ્યમાં સૌથી વધુ દક્ષિણઝોનમાં સરેરાશ 96.56 ઇંચ વરસાદ : રાજ્યના 35 ડેમ હાઈ એલર્ટ પર,9 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર રખાયા :જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા લોકોનું સ્થળાંતર અને કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું

ગાંધીનગર : છેલ્લા 24 કલાકમા 19 ‰જિલ્લાના 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કપરાડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે, જયારે ડાંગના આહવા અને સુબિરમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો છે, રાજ્યમાં સરેરાશ 69.92 ટકા વરસાદ નોંધાયો છે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમા 353293 mcft એટલે કે 63.33 % જળ સંગ્રહ થયો છે
રાજ્યના ત્રણ તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ ,સાત તાલુકામાં 5 ઇંચથી ઓછો વરસાદ અને 26 તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે જયારે રાજ્યના 117 તાલુકામાં 10થી 20 ઇંચ .80 તાલુકામાં 20થી 40 ઇંચ અને 35 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે રાજ્યમાં સૌથી વધુ દક્ષિણઝોનમાં સરેરાશ 96.56 ઇંચ વરસાદ નોંધાયો છે, રાજ્યના 35 ડેમ હાઈ એલર્ટ પર,9 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ પર રખાયા છે
રાજ્યમાં વરસાદની સમગ્ર સ્થિતિ ઉપરાંત અહીં આપેલ કોષ્ટકમાં જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા લોકોનું સ્થળાંતર અને કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
