તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગોતા વિસ્તારના વંદેમાતરમ રોડ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ મેફેડ્રોન સાથે બે શખ્સોને ઝડપ્યા
પોલીસે ડ્રગ્સ ઉપરાંત એક સ્કૂટર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ શહેરમાં ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ગોતા વિસ્તારના વંદેમાતરમ રોડ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ મેફેડ્રોન સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ અચાનક રેડથી ડ્રગ્સના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ક્રાઈમ બ્રાન્ચે ગોતા વંદેમાતરમ રોડ પર દરોડો પાડીને અભી પટેલ અને સાહિલ પટેલ નામના બે યુવકોને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓની અંગજડતી અને વાહન તપાસ દરમિયાન તેમની પાસેથી 1 ગ્રામ અને 400 મિલિગ્રામ જેટલો શંકાસ્પદ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ ઉપરાંત એક સ્કૂટર અને બે મોબાઇલ ફોન સહિત કુલ 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા બંને યુવકોની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેમને આ ડ્રગ્સનો જથ્થો આકાશ ઠાકોર નામના શખ્સે આપ્યો હતો. પોલીસે ડ્રગ્સ આપનાર મુખ્ય સપ્લાયર આકાશ ઠાકોરને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે આ બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને તેઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા અને કયા ગ્રાહકોને વેચાણ કરવાના હતા તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
