તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 5th August 2026
મહેસાણાના નુગર ગામના સરકારી ચિલ્ડ્રન હોમમાંથી સગીર ગુમ : તંત્રમાં દોડધામ
રાત્રે અઢી વાગ્યે વોચમેનને શૌચાલય જવાનું કહ્યું હતું: દિલ્હીનો 13 વર્ષનો કિશોર શૌચાલય જવાનું કહીને ગયા બાદ પરત ફર્યો નથી.

મહેસાણાના નુગર ગામના સરકારી ચિલ્ડ્રન હોમમાંથી સગીર ગુમ થતા તંત્રે દોડધામ મચાવી દીધી છે. દિલ્હીનો 13 વર્ષનો કિશોર સરકારી ચિલ્ડ્રન હોમમાંથી અચાનક લાપતા થઈ ગયો હતો . રાત્રે અઢી વાગ્યે વોચમેનને શૌચાલય જવાનું કહ્યું હતું. શૌચાલય જવાનું કહીને ગયા બાદ પરત ફર્યો નથી. સંસ્થાના કર્મચારીઓએ આજુબાજુના વિસ્તારમાં ભારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ ક્યાંય પત્તો ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે .
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
