તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
અમદાવાદમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એલઆરડી જવાન 6000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
આરોપી જવાન દ્વારા પોતાના તથા પોલીસ સ્ટેશનના અન્ય બે પોલીસ કર્મચારીઓના માસિક હપ્તા પેટે આ નાણાં માંગવામાં આવ્યા હતા. આરોપીએ દર મહિને રૂ. 4,000 લેખે કુલ ત્રણ પોલીસ કર્મચારીઓ માટે કુલ રૂ. 12,000 ની લાંચ માંગી હતી,

અમદાવાદ શહેરના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા એક એલઆરડી જવાનની લાંચ લેતા એસીબી દ્વારા રંગેહાથ ધરપકડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાખી વર્દીને શરમમાં મૂકે તેવા આ કિસ્સાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
મૂળ માહિતી મુજબ, વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો એલઆરડી જવાન મિતુરાજસિંહ ઉર્ફે મોન્ટુભાઈ ચુડાસમા રૂ. 6,000 ની લાંચ સ્વીકારતી વખતે એસીબીના સકંજામાં ઝડપાઈ ગયો હતો. આ લાંચની રકમ હાથીજણ સર્કલથી ખાત્રજ ગામ તરફ જતા રોડ પર સ્વીકારવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી જવાન દ્વારા પોતાના તથા પોલીસ સ્ટેશનના અન્ય બે પોલીસ કર્મચારીઓના માસિક હપ્તા પેટે આ નાણાં માંગવામાં આવ્યા હતા. આરોપીએ દર મહિને રૂ. 4,000 લેખે કુલ ત્રણ પોલીસ કર્મચારીઓ માટે કુલ રૂ. 12,000 ની લાંચ માંગી હતી, જેમાંથી હપ્તાની રકમ સ્વીકારતી વેળાએ એસીબીએ તેને ઝડપી લીધો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા જ ગેરકાયદેસર રીતે માસિક હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની આ ઘટનાથી પોલીસ વિભાગની છબી પર મોટો સવાલ ઊભો થયો છે.
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
