<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

માણસાના ધારાસભ્ય જે એસ પટેલ સામે વિરોધ પ્રદર્શન ;કમલમ બહાર ઠાકોર સમાજે સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો

ભાજપના ખેસ પહેરી સ્થાનિકોએ અનોખો વિરોધ દર્શાવ્યો: વીડા ગામમાં રોડ ન બનતા લોકોમાં ભારે રોષ: ત્રણ વર્ષથી રજૂઆત છતાં પ્રશ્ન યથાવત હોવાનો આક્ષેપ

ગાંધીનગર : ભાજપના ધારાસભ્ય સામે કાર્યકરોનો વિરોધ સામે આવ્યો છે. માણસાના ધારાસભ્ય જે એસ પટેલ સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે અને કમલમ બહાર ઠાકોર સમાજે સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો છે. ભાજપના ખેસ પહેરી સ્થાનિકોએ અનોખો વિરોધ દર્શાવ્યો છે. નાના બાળકો, મહિલાઓ અને યુવાનો વિરોધમાં જોડાઈ ગયા છે. વીડા ગામમાં રોડ ન બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્રણ વર્ષથી રજૂઆત છતાં પ્રશ્ન યથાવત હોવાનો આક્ષેપ લોકો ઉઠાવી રહ્યા છે. વિરોધ બાદ ભાજપ મહામંત્રીએ લોકો સાથે ચર્ચા પણ કરી અને યોગ્ય નિકાલ લાવવાની સ્થાનિકોને તેઓએ ખાતરી આપી છે.

(9:19 PM IST)