News of Tuesday, 4th August 2026
વિરમગામમાં 10 દિવસ બાદ પણ વરસાદી પાણી ભરાયેલા: લોકોમાં ભારે આક્રોશ
ઉપરવાસમાંથી સતત પાણીનો પ્રવાહ આવવાના કારણે વિરમગામની કુંવરબા પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા . પાણીનો ક્યાંય જવાનો નિકાલ જ નથી.

અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં ચાર-પાંચ દિવસથી વરસાદ નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારો હજુ પણ જળમગ્ન છે . અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી. વિરમગામમાં 10 દિવસ બાદ પણ વરસાદી પાણી ભરાયેલા છે. જેના કારણે રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ઉપરવાસમાંથી સતત પાણીનો પ્રવાહ આવવાના કારણે વિરમગામની કુંવરબા પાર્ક સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. બસ 12 દિવસથી જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી જ આટલુંને આટલું પાણી છે. ક્યાંય જવાનો નિકાલ જ નથી.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
