તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા યોજાયેલી પાઇપિંગ સેરેમનીમાં કુલ 26 પોલીસ કર્મચારીઓને પ્રમોશન અપાયું
15 કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ અને 11 હેડ કોન્સ્ટેબલોને ASI તરીકે બઢતી અપાઈ: એસપી સાગર બાગમારે અભિનંદન પાઠવી ફરજનિષ્ઠા અને નિષ્ઠાપૂર્વકની સેવાને પોલીસ વિભાગમાં હંમેશા સન્માન મળતું હોવાનું જણાવ્યું.

ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પાઇપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરજ પ્રત્યેની નિષ્ઠા, શિસ્ત અને લાંબા સમયથી આપેલી સેવાઓની કદરરૂપે કુલ 26 પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા હતા. સમારોહમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ નિમિતે 15 પોલીસ કોન્સ્ટેબલોને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી, જ્યારે 11 હેડ કોન્સ્ટેબલોને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે પ્રમોશન અપાયું હતું. પ્રમોશન મળતા પોલીસ કર્મચારીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.
પાઇપિંગ સેરેમની દરમિયાન પૂર્વ કચ્છના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે પ્રમોશન મેળવનાર તમામ કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં ફરજનિષ્ઠા, મહેનત અને શિસ્તનું હંમેશા સન્માન થાય છે અને પ્રમોશન કર્મચારીઓ માટે નવી જવાબદારી સાથે વધુ ઉત્તમ સેવા આપવા માટેની પ્રેરણા સમાન છે.
પ્રમોશનની સમગ્ર પ્રક્રિયા ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. પ્રક્રિયા દરમિયાન વહીવટી પારદર્શિતા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હોવાનું પોલીસ વિભાગે જણાવ્યું હતું.
સમારોહમાં DYSP ડી.આર. ભાટીયા તથા રાજગોર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પ્રમોશન મેળવનાર કર્મચારીઓને નવા હોદ્દા પર વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રમોશનને કારણે પોલીસ દળમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કર્મચારીઓએ આ સન્માનને પોતાની વર્ષો સુધીની મહેનત અને સેવા પ્રત્યે મળેલી માન્યતા ગણાવી હતી. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આવા સમારોહો કર્મચારીઓમાં પ્રેરણા અને મનોબળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
