તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
સોજીત્રાના કાસોર ગામે 6 ફુટ વરસાદી પાણીમાં 4 દિવસથી એક જ ઝાડ પર ફસાયેલા 25થી વધુ વાનરનું કરાયું રેસક્યુ
વન વિભાગ અને દયા ફાઉન્ડેશન કરમસદની રેસ્ક્યુ ટીમે જીવના જોખમે કલાકોની મહેનત બાદ અનોખી રીતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના કાસોર ગામના સેવાલિયા વિસ્તારમાં ચાર દિવસથી વરસાદી પાણી વચ્ચે ઝાડ પર ફસાયેલા 25થી 30 વાનરોને આખરે સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા, વન વિભાગ અને દયા ફાઉન્ડેશન કરમસદની રેસ્ક્યુ ટીમે જીવના જોખમે કલાકોની મહેનત બાદ અનોખી રીતે રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું . સોજીત્રા તાલુકાના કાસોર ગામના સેવાલિયા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લગભગ 25થી 30 વાનરોનું ટોળું ચાર દિવસથી એક ઝાડ પર ફસાઈ ગયું હતું.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
