<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

દેશના ૨૨ રાજ્‍યની પોલિસ જેને શોધી રહી છે, તેવા આંતર રાજ્‍ય ચોર વડોદરા ક્રાઇમ બ્રાન્‍ચની જાળમાં...

CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા પોલિસ કમિશનરની દુરંદેશીથી અદભુત પરીણામઃ જોઇન્‍ટ સીપી નિલેશ જાજડીયા, ડીસીપી હિમાંશુ વર્માના નેતૃત્‍વ હેઠળ કાબિલેદાદ કામગીરી પર ગાંધીનગર આફ્રિન : ઇન્‍ચાર્જ એસીપી ડી. જે. ચાવડા, PI એસ. એમ. ગામેતી, ડી જે ચુડાસમા, આર. એસ ગોહિલની દોરવણી નીચે PSI વાય.ડી. ગામેતી, સી. ડી. યાદવ, PSI એ જે. રાઠોડ અને સ્‍ટાફની કાબિલે દાદ કામગીરી પર સીપી આફ્રિન...

રાજકોટ, તા.૪:  છેલ્લા ૨૨ વર્ષથી અલગ-અલગ રાજ્‍યમાં દીવસે ઘરફોડ ચોરીઓ કરતો અને સયાજીગંજ ખાતે કોમ્‍પલેક્ષના બંધ મકાનમાંથી બપોરે ૫૧(એકાવન) તોલા સોનાના દાગીના સહીતની ઘરફોડ ચોરી કરનાર આંતરાજ્‍ય રીઢા આરોપીને રૂ.૩.૪ લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્‍ચ.

વડોદરા શહેરના સયાજીગંજ ખાતે કેમ્‍પસ રોડ ખાતે તસીન કોમ્‍પલેક્ષના ત્રીજા માળે આવેલ બંધ મકાનના બારણા પરના તાળા તા.૧૪/૦૭/૨૦૨૬ ના બપોરના એક થી પાંચ વાગ્‍યા દરમ્‍યાન કોઈ અજાણ્‍યા ચોર ઇસમે તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનના રૂમમાં આવેલ લાકડાના કબાટના ડ્રોવર ખાનાની સ્‍ટોપર કોઈ સાધન વડે તોડી લોકર ખાનામાં મુકેલ સોનાના જુદા-જુદા દાગીનાઓ આશરે ૫૧ તોલા તથા ચાંદીની પ્‍લેટ આશરે ૪૦૦ ગ્રામની તથા રોકડા રૂ.૧૦,૦૦૦/- મળી કુલે રૂપિયા ૫,૪૫,૦૦૦ /- મતાની ચોરી કરી લઇ ગુનો કરેલ.

દિવસના ભરબપોરના સમયે મોટી મતાની થયેલ ઉપરોકત ઘરફોડ ચોરીની અનડીટેકટ ગુનો બનવા પામેલ હોય આ ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્‍વરે શોધી ચોરીમાં ગયેલ કિંમતી મુદ્દામાલ શોધી કાઢી આ ઘરફોડ અનડીટેકટ ગુનો ડીટેકટ કરવાની સુચના પોલીસ કમિશનર શ્રી નરસિંહમા કોમાર તથા સંયુક્‍ત પોલીસ કમિશનર શ્રી નિલેશ જાજડિયા નાઓએ તાત્‍કાલિક મેળવેલ હોય, ક્રાઇમ બ્રાન્‍ચના ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમો આ બનેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અને મુદ્દામાલ શોધી કાઢવા શરૂઆતથી સત કાર્યરત રહેલા.

ક્રાઇમ બ્રાન્‍ચના ઇન્‍ચાર્જ એસીપી ડી.જે.ચાવડા, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.એમ.ગામેતી, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ડી.જે.ચુડાસમા અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર.એસ.ગોહિલ નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચના પી.એસ.આઇ. વાય.ડી.ગામેતી, પી.એસ.આઇ. સી.ડી.યાદવ, પી.એસ.આઇ. એ.જે.રાઠોડ તથા સ્‍ટાફના માણસોની કાબિલે દાદ કામગીરીથી આ ખુબ જ મોટી મતાની થયેલ ઘરફોડ ચોરીના સંડોવાયેલ ચોરી કરનાર આરોપીની સી.સી.ટી.વી. ફૂટેજ, ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સ આધારે આયોજનપુર્વક રીતે તપાસ કરવામાં આવેલ. આ કરેલ વોચઆઉટ દરમ્‍યાન સીસીટીવી ફૂટેજમાં આ ઘરફોડ ચોરીના ગુનામાં એક શખ્‍સ ઇસમ જણાઈ આવેલ. જેથી આ શંકાસ્‍પદ જણાઇ આવેલ ઇસમ અંગે ખાત્રી તપાસ કરતા આ ઇસમ નામે અનિલ રાજભર હોવાની અને આ ઇસમ અગાઉ સને-૨૦૨૩ માં વડોદરા શહેરમાં દિવસના ઘરફોડ ચોરીમા પકડાયેલ આરોપી હોવાનુ શંકાસ્‍પદ જણાઇ આવેલ.

આ શખ્‍સને હમણા શોધી કાઢવા માટે ટીમ દ્વારા વડોદરા રેલ્‍વે સ્‍ટેશનમાં આસપાસમાં વિસ્‍તારમાં સત પેટ્રોલિંગમાં રાખવામાં આવેલ. દરમ્‍યાન ટીમ પંડ્‍યાબ્રિજ નીચે આવતા વોચઆઉટ દરમ્‍યાન સીસીટીવી ફૂટેજમાં જણાઇ આવેલ વર્ણન મુજબનો ઇસમ ખભા પર થેલો લટકાવેલ હાલતમાં જણાઇ આવતાં અને આ ઇસમ પોલીસને જોઇ ત્‍યાંથી ઉતાવળમાં જતો હોવાનુ જણાતા આ ઇસમ પર શંક જતા આ ઇસમને ટીમે રોકી તેનું નામઠામ પુછતાં તેને પોતાનુ અનિલકુમાર મીરસી તુલસી રાજભર રહે. બોદરી ગામ તા. કેરાકટ જી. જોનપુર (યુ.પી.) નો હોવાનુ જણાવેલ. આ ઇસમની ઝડતીમાં તેની પાસેથી વિવો મોબાઇલ ફોન અને રોકડા રૂપિયા ૨૮૩૦/- ની ચલણી નોટો મળી આવેલ. તેમજ આ ઇસમ પાસેની થેલામાં જોતા સોનાના જુદા-જુદા દાગીનાઓ તેમજ ચાંદી જેવી ધાતુની બે વીટી મળી આવેલ. આ ઇસમને તેની પાસેથી મળેલ દાગીનાઓનુ બીલ તેમજ આધાર પુરાવા રજુ કરવા જણાવતા આ ઇસમે બીલ કે આધાર-પુરાવા નહી હોવાનુ જણાઇ આવેલ. જેથી આ ઇસમ પાસેથી મળી આવેલ તમામ સોના-ચાંદીના દાગીનાઓ ની ખાત્રી કરી આ તમામ સોના-ચાંદીના દાગીના, મોબાઇલ ફોન, રોકડા રૂપિયા કુલ રૂ. ૩૪,૩૨,૨૫૩/- નો તપાસ અર્થે કબ્‍જે કરી આ અંગે આ પકડાયેલ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ પકડાયેલ ઇસમની વધુ પુછપરછ અને ખાત્રી ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ થતો હોય આ અંગે સયાજીગંજ પો.સ્‍ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સુપ્રત કરેલ છે.

 પકડાયેલ આરોપીનું નામ સરનામું : અનિલકુમાર મીરસી રાજભર ઉ.વ.૪૦ રહે. ગામ બોદરી તા. કેરાકટ જી. જોનપુર (ઉત્તર પ્રદેશ રાજ્‍ય)

(3:04 PM IST)