તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન પાસે ફરી એકવાર મુખ્ય રસ્તો બેસી જતાં સમારકામની કામગીરી શરૂ
હજુ 10 દિવસ પહેલા જ આ જ ગાર્ડન પાસેનો રસ્તો બેસી ગયો હતો:ફરી એ જ જગ્યાએ રસ્તો બેસી જતાં તંત્રની નબળી કામગીરી સામે સવાલો ઊભા થયા

અમદાવાદ: શહેરમાં ચાલુ વરસાદી મોસમમાં ઠેર-ઠેર ભુવા પડવાનો અને રસ્તા બેસી જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા પ્રહલાદનગર ગાર્ડન પાસે ફરી એકવાર મુખ્ય રસ્તો બેસી જતાં તંત્ર દ્વારા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માંડ 10 દિવસ પહેલા જ આ જ પ્રહલાદનગર ગાર્ડન પાસેનો રસ્તો બેસી ગયો હતો. ટૂંક જ સમયમાં ફરી એ જ જગ્યાએ રસ્તો બેસી જતાં તંત્રની નબળી કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ મુખ્ય અને અત્યંત વ્યસ્ત રસ્તા પર સમારકામ માટે ખોદકામ કરવામાં આવતાં વાહનવ્યવહાર પર ભારે અસર પડી છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
