તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
સુરતના લિંબાયતમાં આસિફખાન પઠાણની હત્યા કેસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો ખુલાસો :બિલ્ડર મહોમદ હાસીમ કબુલ અહમદ સિદ્દીકીની ધરપકડ
પોલીગ્રાફ ટેસ્ટ અને ટેકનિકલ-સાંયોગિક પુરાવાઓના આધારે આરોપીની સંડોવણી સ્પષ્ટ થતાં તેની ધરપકડ કરાઈ

સુરતના લિંબાયતમાં થયેલ આસિફખાન પઠાણની હત્યા કેસમાં કોન્ટ્રાક્ટ કિલિંગનો ખુલાસો થયો છે. હત્યા કેસમાં સંડોવાયેલ બિલ્ડર મહોમદ હાસીમ કબુલ અહમદ સિદ્દીકીની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે,અગાઉ પકડાયેલા આરોપીઓ અને મુખ્ય આરોપીનો FSL સુરત ખાતે S.D.S ટેસ્ટ કરાવાયો હતો. એફએસએલ સુરત અધિકારીઓની ભલામણથી કોર્ટની મંજૂરી મેળવી આરોપી હાસીમ સિદ્દીકીનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો પોલીગ્રાફ ટેસ્ટ અને ટેકનિકલ-સાંયોગિક પુરાવાઓના આધારે આરોપીની સંડોવણી સ્પષ્ટ થતાં તેની ધરપકડ કરાઈ છે લીંબાયત મારુતિનગર સર્કલ પાસે આસિફખાન પઠાણ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવી હતી. કલીમુદ્દીન, મહોમદ દિલસાદ, મહોમદ શહજાદ અને માહિતી આપનાર સોયબ ઉર્ફે સલમાન મચ્છીની પોલીસે અગાઉ જ અટકાયત કરી હતી .
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
