<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

નર્મદા ડેમની જળ સપાટી 132.10 મીટરે પહોંચી :છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 43 સે.મી.નો વધારો

નર્મદા ડેમમાં જળ સંગ્રહ કરવા માટેની મહત્તમ સપાટી 138.68 મીટર: હાલમાં ડેમ 78.35% ટકા ભરાયેલો

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, નર્મદા ડેમમાં જળ સંગ્રહ કરવા માટેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 132.10 મીટરે પહોચી છે.  છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 43 સે.મી.નો વધારો થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમમાં કુલ 9460 MCMની ક્ષમતા સામે 7412 MCM પાણી સંગ્રહાયેલું છે. ચોથી ઓગસ્ટની સ્થિતિમાં ડેમ 78.35% ટકા ભરાયેલો છે. ડેમની વર્તમાન સપાટી 132.10 મીટર છે. ડેમની મહત્તમ ક્ષમતા 138.68 મીટર છે. ડેમમાં હાલ પાણીની આવક 46375 ક્યુસેક છે, ડેમમાંથી 1984 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે

સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના મુખ્ય 207 ડેમમાં કુલ 68.52% ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર ડેમને બાદ કરવામાં આવે તો રાજ્યના મુખ્ય 206 ડેમમાં કુલ 62.63% પાણીનો સંગ્રહ છે. રાજ્યના 207 ડેમમાંથી 27 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યના 34 ડેમ હાઇએલર્ટ પર છે. આ ડેમોમાં 90 ટકાથી વધારે પાણી છે. 10 ડેમ એલર્ટ પર છે, જેમાં 80થી 90 ટકા પાણી છે. 9 ડેમ વોર્નિંગ પર છે, જેમાં 70-80 ટકા પાણી છે. 153 ડેમ એવા છે જેમાં 70 ટકાથી ઓછું પાણી છે.

(1:16 PM IST)