<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

મંગલમ્‌ ગ્‍લોબલ એન્‍ટરપ્રાઇઝ લિમિટેડે ચોખ્‍ખા નફામાં ૨૮.૧૪%ના વધારા સાથે ઊંચી વૃદ્ધિ કરી

(કેતન ખત્રી) અમદાવાદ : ઇન્‍ટિગ્રેટેડ એગ્રો-પ્રોસેસિંગ કંપની મંગલમ્‌ ગ્‍લોબલ એન્‍ટરપ્રાઇઝીસ લિમિટેડ (MGEL)એ ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એના નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી.

કંપનીની ત્રિમાસિક ગાળાની કામગીરી પર મંગલમ્‌ ગ્‍લોબલ એન્‍ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન અને એક્‍ઝિકયુટિવ ડિરેક્‍ટર શ્રી વિપિન મંગલે કહ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અમારી કામગીરી અમારા ઇન્‍ટિગ્રેટેડ એગ્રો-પ્રોસેસિંગ વ્‍યવસાયની મજબૂત અને સ્‍થિર પ્રગતિ દર્શાવે છે. અમે અમારી મૂલ્‍ય-સંવર્ધિત ઓફરનું વિસ્‍તરણ કરી રહ્યાં છીએ. જેમ જેમ ઉપભોક્‍તાઓની પસંદગી કુદરતી, ક્‍લીન-લેબલ અને વેલનેસ-કેન્‍દ્રીત ઉત્‍પાદનો તરફ વધતી જાય છે, તેમ તેમ અમે અમારી ર્સોસિંગ કુશળતા અને આ તકોનો લાભ લેવા પ્રોસેસિંગની ક્ષમતાનો ઉપયોગ કરવાની સારી સ્‍થિતિમાં છીએ. જ્‍યારે નીટ એવરીડેનું લૉંચ ઉપભોક્‍તા-કેન્‍દ્રીત વેલનેસ વ્‍યવસાયને ઊભો કરવાની અમારી સફરમાં એક મહત્‍વપૂર્ણ પગલું છે, ત્‍યારે અમે અમારી હાર્દરૂપ એગ્રો-પ્રોસેસિંગ કામગીરીઓને મજબૂત કરવાની અને તમામ હિતધારકો માટે લાંબા ગાળાનું સતત મૂલ્‍યનું સર્જન કરવાની કટિબદ્ધતા જાળવી રાખી હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(1:17 PM IST)