તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
નવસારીના વાતાવરણમાં અચાનક પલટો:પૂર્વ વિસ્તારમાં પવન સાથે વરસાદ શરુ
સર્કિટ હાઉસ અને બસ ડેપો સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો: ભારે પવન સાથે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી

નવસારી :હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી શહેરના વાતાવરણમાં અચાનક પલટો સામે આવ્યો છે. નવસારીના પૂર્વ વિસ્તારમાં પવન સાથે વરસાદ શરુ થયો છે. સર્કિટ હાઉસ અને બસ ડેપો સહિતના મુખ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.લાંબા સમયથી બફારાથી તોબા પોકારી ગયેલા શહેરીજનોને રાહત મળી છે.
છેલ્લા ઘણા દિવસોથી સતત વધી રહેલી ગરમી અને અસહ્ય બફારાથી શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક શરૂ થયેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી શહેરીજનોને હાશકારો અનુભવાયો છે. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.
ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી, પરંતુ લાંબા સમયથી ગરમીનો માર સહન કરી રહેલા નાગરિકો માટે આ વરસાદ રાહતરૂપ બન્યો હતો. ખેડૂત મિત્રો અને સ્થાનિકોમાં પણ આ કમોસમી કે ચોમાસાની શરૂઆત જેવા વરસાદને લઈને મિશ્ર ચર્ચાઓ જાગી છે. નવસારીના વાતાવરણમાં આવેલા આ પલટાથી લાંબા સમય બાદ કુદરતી ઠંડકનો અનુભવ થયો છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
