તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા: રાજ્યના અન્ય ભાગોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે
સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ નોંધાઇ શકે

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઇ રહી છે પરંતુ આ વખતે તે નિર્ધારિત સમય કરતા મોડું છે. ચોમાસું ચાર-પાંચ દિવસ બાદ ગુજરાતમાં દસ્તક આપે તેવી શક્યતા છે. ખાસ કરીને 21થી 25 જૂન દરમિયાન ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચી શકે છે અને ત્યારબાદ રાજ્યમાં મેઘાવી માહોલ જોવા મળી શકે છે.દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, આજે 17 જૂન અને 18 જૂનના રોજ સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ નોંધાઇ શકે છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં વાતાવરણ સૂકું રહી શકે છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે એટલે કે હાલ જે 40 ડિગ્રીની આસપાસ ગરમી નોંધાઇ રહી છે તેની આસપાસ આગામી સાત દિવસ મહત્તમ તાપમાન રહી શકે છે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
