તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
વડોદરાના ડભોઈમાં આંદોલન પર બેઠેલા ખેડૂતોના ઉપવાસ આખરે 5 દિવસ બાદ ઉપવાસ પૂર્ણ
સ્થાનિક ધારાસભ્યએ ઉપવાસી ખેડૂતોને પોતાના હાથે પાણી પીવડાવી અને મીઠાઈ ખવડાવીને પારણા કરાવ્યા

વડોદરાના ડભોઈમાં છેલ્લા 5 દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને આંદોલન પર બેઠેલા ખેડૂતોના ઉપવાસ આખરે પૂર્ણ થયા છે. સ્થાનિક ધારાસભ્યએ ઉપવાસી ખેડૂતોને પોતાના હાથે પાણી પીવડાવી અને મીઠાઈ ખવડાવીને પારણા કરાવ્યા હતા. ખેડૂતોની આ સમસ્યાના યોગ્ય નિવારણ માટે ધારાસભ્યએ સકારાત્મક વલણ દાખવતા મુખ્યમંત્રી (CM) ને એક ભલામણ પત્ર પણ લખ્યો છે, જેમાં ખેડૂતોના હિતમાં 1850 કિલો જુવારની ખરીદી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી ખાસ વિનંતી કરવામાં આવી છે. ધારાસભ્યની આ મધ્યસ્થતા અને ખાતરી બાદ ખેડૂતોએ સંતોષ વ્યક્ત કરી પોતાના ઉપવાસ સમેટ્યા છે
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
