તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
યાત્રાધામ સોમનાથ મંદિરના મુખ્ય પાર્કિંગ અને નજીકની સોસાયટીઓમાં દીપડાની સતત હાજરીથી ભારે ફફડાટ
વહેલી સવારે પાર્કિંગ નજીક દીપડો દેખાતા શ્રદ્ધાળુઓમાં દોડધામ મચી:યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સ્થાનિક રહીશોએ વન વિભાગ પાસે દીપડાને તાત્કાલિક પાંજરે પૂરી અન્યત્ર ખસેડવા માંગ કરી

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિર નજીકથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સોમનાથ મંદિરના મુખ્ય પાર્કિંગ વિસ્તારની નજીક વહેલી સવારે એક વિશાળ દીપડો અચાનક નજરે પડ્યો હતો. યાત્રિકોની ભારે અવરજવર વાળા આ વિસ્તારમાં વન્યજીવ દેખાતા જ લોકોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે સોમનાથ આવતા હજારો યાત્રિકોની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મંદિર આસપાસના વિસ્તારોમાં દીપડાનો કાયમી વસવાટ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. માત્ર પાર્કિંગ જ નહીં, પરંતુ નજીકમાં આવેલી સોમનાથ સોસાયટીમાં પણ અવારનવાર દીપડાના આંટાફેરા જોવા મળે છે. વહેલી સવારે કે મોડી રાત્રે દીપડાની સતત હાજરીના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારોમાં પણ ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
મંદિર પરિસર અને પાર્કિંગ જેવા સંવેદનશીલ વિસ્તારમાં વન્યજીવની હાજરી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. હજારો શ્રદ્ધાળુઓથી ધમધમતા આ સ્થળે દીપડો ગમે ત્યારે નિર્દોષ લોકો પર હુમલો કરે તેવી મોટી દહેશત વર્તાઈ રહી છે. કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં વન વિભાગ સત્વરે એક્શનમાં આવે તેવી લોક માંગ ઉઠી છે. સ્થાનિકો અને પ્રવાસીઓએ વન વિભાગને તાકીદે આ વિસ્તારમાં પાંજરું મૂકીને દીપડાને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડવા વિનંતી કરી છે
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
