<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ નજીક ડમ્પર ચાલક અને બાઇક સવાર વચ્ચે છુટા હાથે મારામારી

બંને વાહનચાલકો વચ્ચે રસ્તાની વચ્ચોવચ જ છૂટા હાથની મારામારી થઈ જેને પગલે થોડીવાર માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલા વ્યસ્ત વૈષ્ણવદેવી સર્કલ નજીક રોડ પર વાહન ચલાવવા જેવી નજીવી બાબતે એક ડમ્પર ચાલક અને બાઇક સવાર વચ્ચે ઉગ્ર ઝગડો થયો હતો, જે જોતજોતામાં હિંસક મારામારીમાં પરિણમ્યો હતો. બંને વાહનચાલકો વચ્ચે રસ્તાની વચ્ચોવચ જ છૂટા હાથની મારામારી થઈ હતી, જેને પગલે થોડીવાર માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી; આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ રાહદારીએ મોબાઈલમાં કેદ કરી લેતા તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

(10:15 PM IST)