તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
વડોદરામાં એક દંપતિને વિદેશથી પાર્સલ આવ્યાનું કહી, ડોલર અને સીઆઇડીના નામે ડર ફેલાવી લાખો રૂપિયા ખંખેરી લીધા
ફરિયાદના આધારે શિનોર પોલીસે ટેક્નિકલ પુરાવાઓ એકત્ર કરી તપાસ હાથ ધરી અને મુંબઈથી આરોપી મોહમદનૌસાદ શેખને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી

વડોદરામાં એક દંપતિને ફોન કોલ પર વિશ્વાસ કરવો ભારે પડી ગયો. વિદેશથી પાર્સલ આવ્યાનું કહી, ડોલર અને CIDના નામે ડર ફેલાવી સાયબર ઠગે લાખો રૂપિયા ખંખેરી લીધા. શિનોરમાં રહેતા ફરિયાદીના પત્નીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો.
કોલ કરનારે વિદેશથી આવેલું પાર્સલ અમદાવાદ એરપોર્ટ પર અટક્યું હોવાનું કહીને તેને છોડાવવા માટે રૂપિયા ભરવાની વાત કરી હતી. ભોગ બનનારે વિશ્વાસમાં આવી પ્રથમ વખત રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપીએ ફરી ફોન કરીને CID દ્વારા પાર્સલ પકડાયું હોવાનું બહાનું કર્યું અને પાર્સલમાં ડોલર હોવાના કારણે વધુ રૂપિયા ભરવા પડશે, નહીં તો પરિવાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવી બીક બતાવી હતી. આ રીતે વારંવાર ફોન કરી ગુગલ પે અને બેંક એકાઉન્ટ મારફતે ઠગબાજે કુલ રૂ. 1 લાખ 45 હજર પડાવી લીધા.
જોકે પાર્સલ ન મળતાં છેતરપીંડીનો ભાંડો ફૂટ્યો. ત્યારે ફરિયાદના આધારે શિનોર પોલીસે ટેક્નિકલ પુરાવાઓ એકત્ર કરી તપાસ હાથ ધરી અને મુંબઈથી આરોપી મોહમદનૌસાદ શેખને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
