<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

નડિયાદમાં ક્રિકેટ અને રાજકારણનો સંગમ: ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અક્ષર પટેલ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સ્નેહમિલન મુલાકાત : વડાપ્રધાનના 12 વર્ષના શાસનની પુસ્તિકા ભેટ અપાઈ

ખેડા જિલ્લાના વતની અક્ષર પટેલ વતન આવતા જ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે યોજી સૌજન્ય મુલાકાત; રમતગમત અને યુવા વિકાસના મુદ્દાઓ પર થઈ ચર્ચા, સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ

 નડિયાદ, ખેડા, તા. 16n :  ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને ખેડા જિલ્લાના વતની અક્ષર પટેલ હાલ વતન નડિયાદ આવ્યા છે ત્યારે તેમણે સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે રમતગમત, યુવા વિકાસ અને વિસ્તારના પ્રશ્નો અંગે સૌહાર્દપૂર્ણ ચર્ચા થઈ હતી. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ અક્ષર પટેલનું સન્માન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષના શાસનની સિદ્ધિઓ દર્શાવતી પુસ્તિકા ભેટ આપી હતી. અક્ષર પટેલે પણ આ ભેટ સ્વીકારીને દેશ અને સમાજ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ મુલાકાતમાં અક્ષર પટેલ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા અને તેમના પુત્ર સાથેના ફોટા પણ સામે આવ્યા છે જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે. ખેડા જિલ્લાના નાની સરસી ગામના વતની અક્ષર પટેલ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે અને તેમની સિદ્ધિઓથી સમગ્ર જિલ્લો ગૌરવ અનુભવે છે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અક્ષર પટેલ જેવા ખેલાડીઓ યુવાનો માટે પ્રેરણારૂપ છે અને રાજ્ય સરકાર રમતગમતના વિકાસ માટે હંમેશા પ્રતિબદ્ધ છે. આ મુલાકાતથી સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ક્રિકેટ ચાહકોએ અક્ષર પટેલ સાથે મુલાકાત કરીને તેમની સિદ્ધિઓને બિરદાવી હતી. આ સ્નેહમિલનથી રમત અને રાજકારણના સમન્વયનો એક સારો સંદેશ પણ સમાજમાં ગયો છે.

(4:25 PM IST)