<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

જનકલ્‍યાણ શિબીરઃ નરહરિ અમીન સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત

 

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના વડાપ્રધાન તરીકેના ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્‍યાણના પૂર્ણ થયાના પ્રસંગની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્‍ય તથા ઉત્તર ઝોનના નાગરિકો માટે જન કલ્‍યાણ શિબિરનું આયોજન  શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ રાજ્‍ય કક્ષા મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરવામાં આવ્‍યો હતો.  આ પ્રસંગે અમદાવાદ મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, રાજ્‍ય સભા સાંસદ નરહરિ અમીન, અમદાવાદ (પヘમિ) સંસદ સભ્‍ય શ્રી દિનેશભાઈ મકવાણા, ધારાસભ્‍યશ્રીઓ સર્વ શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી કૌશિકભાઈ જૈન, તેમજ અમદાવાદ મહાનગર પાલિકાના પદાધિકારીઓ - ડેપ્‍યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર, કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:17 PM IST)