<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

સિંહ દર્શનના શોખીનો માટે ખુશખબરઃ ગીરમાં ચોમાસુ વેકેશન હવે ૧૬ ને બદલે ૨૩ જૂનથી શરૂ થશે

વરસાદમાં વિલંબને પગલે વન વિભાગનો મોટો નિર્ણય; પ્રવાસીઓને મળશે સિંહ દર્શન માટે એક સપ્તાહનો વધારાનો સમય, ઓનલાઇન બુકિંગ ચાલુ રહેશે.

ગઈકાલે તારીખ ૧૫-૦૬-૨૦૨૬ નાં રોજ અકીલા દૈનિક નાં માધ્‍યમ દ્વારા વનરાજ નાં વેકેશન બાબતે વાચકોને મેં જે માહિતી આપી હતી, તે પ્રસિદ્ધ થયાં પછી ગાંધીનગરથી ગુજરાત રાજ્‍યના ચીફ વાઇલ્‍ડ લાઇફ વોર્ડન શ્રી ડૉ. જયપાલ સિંઘ, ભા.વ.સે. દ્વારા ગુજરાતનાં બધાં જ અભયારણ્‍યોમાં ચોમાસુ વેકેશન મોડું શરૂ થશે તેવી જાહેરાત થઈ છે. વન્‍ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ - ૧૯૭૨ નાં સેક્‍શન ૨૮ અને ૩૩ હેઠળ મળેલ સત્તાની રુએ તેઓશ્રી એ જાહેર કરેલ છે કે રાજ્‍યનાં બધાં જ અભયારણ્‍યો તથાં રાષ્‍ટ્રીય ઉદ્યાનો, નવો હુકમ ન થાય ત્‍યાં સુધી તારીખ ૨૩-૦૬-૨૦૨૬ થી બંધ રહેશે.

સામાન્‍ય રીતે દર વર્ષે વર્ષાઋતુ દરમિયાન તારીખ ૧૬ મી જૂનથી ચાર મહિનાનો બ્રેક રાખવામાં આવે છે. આ વર્ષે વરસાદ મોડો થવાની શકયતા ને લીધે આ પગલું લેવામાં આવ્‍યું હોવાનું માનવામાં આવે છે.

એક તરફ પર્યાવરણ પ્રેમીઓ જ્‍યારે વધારે પડતાં ટુરીઝમ નાં ભારણથી ચિંતિત છે, ત્‍યારે હોટલો, રિસોર્ટસ અને હોમસ્‍ટે સાથે જોડાયેલાં તથાં જંગલ ટ્રેઈલ નાં વાહન માલિકો, ડ્રાઈવર્સ, ગાઈડો, વિગેરે લોકોએ આ નિર્ણયને વધાવી લીધો છે. જે પ્રવાસીઓ છેલ્લાં દિવસોમાં અતિશય ધસારાને લીધે પરમિટ ઉપલબ્‍ધ ન હોવાથી સિંહ દર્શન માટે નહોતાં જઈ શકયાં, તેઓને સાત દિવસોનું બોનસ મળ્‍યું છે! નીચે જણાવેલ એકમાત્ર અધિકળત બુકિંગ સાઈટ પરથી બુકિંગ કરાવી શકાય છે. httpÑ//girlion.gujarat.gov.in  (૯.રર)

 ભૂષણ પંડ્‍યા.

પૂર્વ સભ્‍ય, સ્‍ટેટ બોર્ડ ફોર વાઇલ્‍ડ લાઇફ,

વાઇલ્‍ડ લાઇફ ફોટોગ્રાફર

મોબાઈલ નંબરઃ ૯૪૨૮૨ ૦૩૧૧૭

ઈ-મેઈલઃ [email protected]

આલેખન અને તસવીરોઃ ભૂષણ પંડ્‍યા.

(1:12 PM IST)