તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના વટવા ઇલેક્ટ્રિક લોકો શેડને પ્રતિષ્ઠિત 'ગ્રીનકો ગોલ્ડ' રેટિંગ એનાયત
પશ્ચિમ રેલવેમાં આ બહુમાન મેળવનાર આ પ્રથમ લોકો શેડ બન્યો :ભારતીય રેલવેના વર્ષ 2030 સુધીના 'નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન'ના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના વટવા ઇલેક્ટ્રિક લોકો શેડને પર્યાવરણીય ઉત્કૃષ્ટતા અને ટકાઉ વિકાસ માટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) દ્વારા પ્રતિષ્ઠિત 'ગ્રીનકો ગોલ્ડ' રેટિંગ એનાયત કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેમાં આ બહુમાન મેળવનાર આ પ્રથમ લોકો શેડ બન્યો છે, જે ભારતીય રેલવેના વર્ષ 2030 સુધીના 'નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન'ના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. આ સન્માન ઊર્જા કાર્યક્ષમતા, જળ સંચય, ડીઝલના શૂન્ય વપરાશ અને કચરાના અસરકારક વ્યવસ્થાપન જેવા માપદંડોને આધારે આપવામાં આવ્યું છે. નવી દિલ્હી ખાતે યોજાનારી 15મી ગ્રીનકો સમિટ 2026 દરમિયાન વટવા શેડને સત્તાવાર રીતે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
