News of Tuesday, 16th June 2026
સુરતમાં અસલીના નામે નકલી વસ્તુ પધરાવવાનો ખેલ યથાવત: કામરેજમાં વધુ એક શંકાસ્પદ ઘીની ફેક્ટરીનો પર્દાફાશ
નવાગામ GIDCમાં નકલી ઘીનો વેપલો: શ્રીજી ઇન્ડસ્ટીયલ પ્લોટ નંબર 7માં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ: છેલ્લાં 15 દિવસથી ઘી બનાવાનું કારખાનું શરૂ કરાયા

સુરતમાં અસલીના નામે નકલી વસ્તુ પધરાવવાનો ખેલ યથાવત છે. કામરેજમાં વધુ એક શંકાસ્પદ ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. નવાગામ GIDCમાં નકલી ઘીનો વેપલો ચાલતો હતો. શ્રીજી ઇન્ડસ્ટીયલ પ્લોટ નંબર 7માં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ચાલતું હતું. છેલ્લાં 15 દિવસથી ઘી બનાવાનું કારખાનું શરૂ કરાયાની માહિતી સામે આવી છે. ફેક્ટરીમાંથી તેલના ડબ્બા, ક્રિમ, ઘી સહિતની સામગ્રી મળી આવી છે. ફેક્ટરી માલિકે કોઈપણ પ્રકારની મંજૂરી લીધી હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. ઘી બનાવીને ક્યાં વેચાણ કરાતું હતું તે દીશામાં તપાસ શરૂ કરાઈ છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
