તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
અમદાવાદમાં ‘આદિત્ય’ બનીને હિંદું મહિલાઓને ફસાવનાર કડીના ‘કરીમ’ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો
આરોપી ખાસ કરીને વિધવા અથવા છૂટાછેડા લીધેલી મહિલાઓને નિશાન બનાવી તેમની સાથે વિશ્વાસનો સંબંધ કેળવતો અને લગ્નના વચનો આપી નાણાં પડાવતો:પોતાની પાસે મકાન, જમીન અને અન્ય સંપત્તિ હોવાની ખોટી વિગતો રજૂ કરીને મહિલાઓને ભ્રમિત કરતો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેટ્રિમોનિયલ સાઈટનો ઉપયોગ કરીને મહિલાઓને લગ્નની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગંભીર કેસમાં કડીના કરીમ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ‘આદિત્ય પટેલ’ નામ ધારણ કરીને બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડના આધારે પોતાની ખોટી ઓળખ ઉભી કરતો હતો. તેના મોબાઈલ ફોનમાંથી અલગ-અલગ મહિલાઓના નામે બનાવાયેલા ફોલ્ડરો ઉપરાંત આશરે 8 હજાર જેટલી મોર્ફ કરેલી તસવીરો અને વીડિયો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસ મુજબ, આરોપી ખાસ કરીને વિધવા અથવા છૂટાછેડા લીધેલી મહિલાઓને નિશાન બનાવી તેમની સાથે વિશ્વાસનો સંબંધ કેળવતો અને લગ્નના વચનો આપી નાણાં પડાવતો હતો. એટલું જ નહીં, પોતાની પાસે મકાન, જમીન અને અન્ય સંપત્તિ હોવાની ખોટી વિગતો રજૂ કરીને મહિલાઓને ભ્રમિત કરતો હતો. સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે એક મહિલાએ ટ્રુ કોલર દ્વારા તેની ઓળખ ચકાસવાનો પ્રયાસ કર્યો અને શંકા ઊભી થતાં હિંદુ સંગઠનોનો સંપર્ક કર્યો હતો. હવે ક્રાઈમ બ્રાન્ચ આરોપીના મોબાઈલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. સાથે જ તેને ખોટા દસ્તાવેજો બનાવવામાં કોની મદદ મળી, તેણે ખાસ હિંદુ મહિલાઓને જ કેમ નિશાન બનાવી અને તેની પાછળ કોઈ ધાર્મિક અથવા સામાજિક સંગઠનની ભૂમિકા હતી કે નહીં જેવા મુદ્દાઓની પણ સઘન તપાસ ચાલી રહી છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
