તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
અમદાવાદમાં હવે મકાન ખરીદવું થશે મોંઘું: 1 જુલાઈથી ભાવમાં 10 ટકા સુધીનો વધારો કરાશે : ક્રેડાઈનો નિર્ણય
નવા પ્રોજેક્ટ્સમાં 10 ટકા અને પૂર્ણતાને આરે હોય તેવા પ્રોજેક્ટ્સમાં ૫ ટકા ભાવ વધારો કરવામાં આવશે
અમદાવાદમાં પોતાના સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે માઠા સમાચાર છે. ક્રેડાઈ (CREDAI) દ્વારા લેવાયેલા નવા નિર્ણય મુજબ, 1 જુલાઈથી મકાનોના ભાવમાં વધારો થશે. સંસ્થાના જણાવ્યા અનુસાર, નવા પ્રોજેક્ટ્સમાં 10 ટકા અને પૂર્ણતાને આરે હોય તેવા પ્રોજેક્ટ્સમાં ૫ ટકા ભાવ વધારો કરવામાં આવશે. વૈશ્વિક પરિસ્થિતિ અને રો-મટીરિયલના ભાવમાં 20 થી 60 ટકાનો ઉછાળો આવતા આ નિર્ણય લેવાયો છે. 400 થી વધુ બિલ્ડરોની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયને ભાવ વધારાનો 'ફેઝ-વન' ગણાવ્યો છે. હાલમાં 30 જૂન સુધી જૂના ભાવ યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે, ક્રેડાઈએ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા સરકાર પાસે માંગ કરી છે, પરંતુ તેના પર હાલ કોઈ તાત્કાલિક નિર્ણયની શક્યતા નથી.
(9:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
