તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
નર્મદા જિલ્લામાં ભાજપના વિવાદના હાઈ-વોલ્ટેજ ડ્રામાનો અંત : નારાજ ધારાસભ્યએ પોતાના ધરણાં પ્રદર્શન સમેટ્યા
પ્રશાંતભાઈ કોરાટની દરમિયાનગીરી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો:આગામી સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિતની ટીમ પુરાવા સાથે ગાંધીનગર જઈને નેતાઓના અપમાન અંગે પ્રદેશમાં રજૂઆત કરશે.

નર્મદા જિલ્લામાં ચાલી રહેલા ભાજપના આંતરિક વિવાદનો અંત આવ્યો છે. ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે અપમાનના મુદ્દે ધરણા પર બેસી ગયા હતા. પરંતુ પ્રદેશ નેતાગીરીના હસ્તક્ષેપ બાદ તેમણે ધરણા સમેટી લીધા છે. પ્રશાંતભાઈ કોરાટની દરમિયાનગીરી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. હવે આગામી સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિતની ટીમ પુરાવા સાથે ગાંધીનગર જઈને નેતાઓના અપમાન અંગે પ્રદેશમાં રજૂઆત કરશે.
રાજપીપળામાં વડાપ્રધાન મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'પ્રબુદ્ધ નાગરિક સન્માન' કાર્યક્રમ દરમિયાન નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પ્રોટોકોલ ન જળવાતા અને સ્ટેજ પર પોતાનું કથિત અપમાન થયું હોવાનો આક્ષેપ લગાવીને કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યો હતો
રાજપીપળાના આંબેડકર હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં ડૉ. દર્શનાબેન દેશમુખનું યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું નહોતું
કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ ધારાસભ્યને પ્રવચન આપવા દેવાના બદલે સીધા સાંસદને પ્રવચન માટે આમંત્રિત કરાતા તેઓ નારાજ થયા હતા
ચાલુ કાર્યક્રમ છોડીને તેઓ ગાંધી ચોક, વડિયા ખાતે ધોમધખતા તાપમાં રસ્તા પર જ ધરણાં અને ઉપવાસ પર બેસી ગયા હતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી પણ આપી હતી
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
