<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

આઝાદીના 77 વર્ષ બાદ પણ દાહોદના ખરવાણીના ગ્રામજનોના પાણી માટે વલખાં :‘નલ સે જળ’ જેવી યોજનાઓ માત્ર કાગળ પર

લોકો તળાવમાં ખાડા ખોદીને પાણી ભરી રહ્યા છે. ગામની મહિલાઓની 2 કિલોમિટર ચાલીને પાણી ભરવા આવુ પડે: ખાડામાંથી ઝરતું પીવા લાયક નથી.

આઝાદીના 77 વર્ષ બાદ પણ દાહોદના ખરવાણીના ગ્રામજનોને પાણી માટે વલખાં મારી રહ્યા છે. કારણ કે સરકારની ‘નલ સે જળ’ જેવી યોજનાઓ અહીં માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ છે. ગામમાં નળ તો બેસાડવામાં આવ્યા છે, પાઇપલાઇનનું માળખું પણ તૈયાર કરાયું છે, પરંતુ મુખ્ય પાણીની લાઇન સાથે તેનું જોડાણ હજુ સુધી કરવામાં આવ્યું નથી, જેના કારણે આ યોજના માત્ર ગામની શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગઈ છે.

લોકો તળાવમાં ખાડા ખોદીને પાણી ભરી રહ્યા છે. ગામની મહિલાઓની 2 કિલોમિટર ચાલીને પાણી ભરવા આવુ પડે છે. ખાડામાંથી ઝરતું પીવા લાયક નથી. એમા પણ જે ખાડામાંથી પશુઓ પાણી પીવે છે. એક જ ખાડામાંથી દૂષિત પાણી પીવા ગ્રામજનો મજબૂર છે. ત્યારે ગ્રામજનો રોગચાળો ફેલાવાના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે. સાથે જે પાઇપલાઇનનું જોડાણ અધૂરું પડ્યું છે. તેને ત્વરિત પૂર્ણ કરીને કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા કરવામાં આવે. હવે જોવાનું રહ્યું કે ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ આવે છે કે તંત્ર રોગચાળો ફેલાવવાની રાહ જોવે છે.

(8:55 PM IST)