<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: 4 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને આજીવન કેદ

સુરતની ચોકબજાર કોર્ટે વર્ષ 2024 માં રહેમત નગરમાંથી 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપ્યો:કોર્ટે નરાધમ આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમને આજીવન કેદની સજા ફટકારી

વર્ષ 2024માં સુરતના ચોકબજાર વિસ્તારમાં બનેલી એક અત્યંત ચકચારી અને હૃદયકંપાવનારી દુષ્કર્મની ઘટનામાં સુરત કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ અને કડક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. ચાર વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર બર્બરતાપૂર્વક બળાત્કાર ગુજારનાર નરાધમ આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમને અદાલતે કસૂરવાર ઠેરવીને મરણ જાય ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. કોર્ટના આ કડક વલણથી કાયદાની સર્વોપરિતા ફરી એકવાર સાબિત થઈ છે.

આ કેસની વિગત એવી છે કે, વર્ષ 2024 માં ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રહેમત નગર વિસ્તારમાં પોતાના ઘર નજીક એક માસૂમ 4 વર્ષની બાળકી રમી રહી હતી. તે સમયે નરાધમ આરોપી અંકિત ગૌતમની નજર આ માસૂમ બાળકી પર પડી હતી અને તેણે નિર્દોષ બાળકીનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ નરાધમ બાળકીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં તેના પર નરાધમતાની તમામ હદો પાર કરીને ક્રૂર દુષ્કર્મ હતો. આ હેવાનિયતભર્યા કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપી બાળકીને લોહીલુહાણ અને ગંભીર હાલતમાં છોડીને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.

ઘટના બાદ ભોગ બનનાર માસૂમ બાળકી અત્યંત દયનીય અને નગ્ન અવસ્થામાં મળી આવી હતી. પરિવારજનો અને પોલીસ દ્વારા બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની ઝીણવટભરી મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તબીબી અહેવાલોમાં બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ હતી, જેના આધારે પોલીસે કડક કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ સુરત સેશન્સ કોર્ટ માં ચાલી જતાં, સરકારી વકીલની ધારદાર દલીલો, સાક્ષીઓની જુબાની અને મજબૂત મેડિકલ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમને આજીવન કેદની આકરી સજા ફટકારી છે.

(7:48 PM IST)