તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
સુરતમાં પ્રેમમાં ભાન ભૂલેલી પત્ની હત્યારી બની: પ્રેમી સાથે મળીને ઊંઘતા પતિને બીજા માળેથી નીચે ફેંકી મારી નાખ્યો
પતિ આટલી ઊંચાઈએથી પટકાવા છતાં જીવિત હોવાનું જોઈને પત્ની ચાંદનીએ કલેજું કઠણ કરીને કપડા કાપવાની બ્લેડ વડે તેમના પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા .

સુરતના ચોકબજાર વિસ્તારમાં પતિ-પત્નીના સંબંધને શરમજનક કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની નિર્મમ હત્યા કરી હોવાનો મામલો પોલીસ તપાસમાં બહાર આવ્યો છે. આરોપી પત્નીએ પહેલા પતિને મકાનના બીજા માળેથી નીચે ફેંકી દીધો હતો. અને બાદમાં છરીના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. સુરત પોલીસે આ કેસમાં પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતા જન્મજય રાય નામના વ્યક્તિની હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે. ગત 8 જૂનની રાત્રિએ જન્મજય રાય પોતાના મકાનના બીજા માળે સૂતો હતો. ત્યારે તેમની પત્ની ચાંદનીકુમાર રાયે પોતાના પ્રેમી સુલભસિંહ બમબહાદુરસિંહ સાથે મળીને તેમના પતિને ઊંઘમાં જ નીચે ફેંકી દીધો હતો. પતિ આટલી ઊંચાઈએથી પટકાવા છતાં જીવિત હતો. આ જોઈને પત્ની ચાંદનીએ કલેજું કઠણ કરીને કપડા કાપવાની બ્લેડ વડે તેમના પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા.
હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પત્નીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ સમક્ષ એવું રટણ કર્યું હતું કે પતિનું મોત બીજા માળેથી નીચે પટકાવાને કારણે થયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાના ભાગે થયેલા ગંભીર ઘા અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે મોત થયાનું બહાર આવ્યું હતું. આ રિપોર્ટ મળતા જ પોલીસને પત્નીની વાત પર શંકા ગઈ હતી.પોલીસે શંકાના આધારે આરોપી પત્ની ચાંદનીની ઉલટ તપાસ હાથ ધરીને આકરી પૂછપરછ કરી હતી. સતત અને કડક પૂછપરછ સામે અંતે પત્ની પડી ભાંગી હતી. તેણે કબૂલ્યું કે પ્રેમી સુલભસિંહ સાથે મળીને પતિની આયોજનબદ્ધ હત્યા કરી હતી. ચોકબજાર પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ સમગ્ર કેસમાં વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. આ ઘટનામાં પ્રેમી અને પત્નીની સંડોવણી સાબિત થતા કાયદેસરની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
