તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 15th June 2026
અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં કારચાલકે સોસાયટી બહાર પાર્ક કરાયેલી ચાર જેટલી કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો
કારચાલક દારૂના નશામાં હોવાની આશંકા: અકસ્માત બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયો

અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં મોડી રાત્રે એક કારચાલકે દારૂના નશામાં હોવાની આશંકા વચ્ચે સોસાયટી બહાર પાર્ક કરાયેલી ચાર જેટલી કારને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં પાર્ક કરાયેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર કાર પર બ્લેક ફિલ્મ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને કારચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
